ઉજાસ

Monday, April 24, 2006

સર્વ વસ્‍તુનો આપનાર ફકત અલ્‍લાહ છે

ઇસ્‍લામનું પવિત્ર ગ્રંથ કુરઆન કહે છે કે દરેક વસ્‍તુનો માલિક ફકત અલ્‍લાહ છે. મુસ્લિમોનું એજ ઇમાન છે કે દુનિયામાં કોઇને પણ જે કંઇ મળે છે તે અલ્‍લાહની દેન છે. કોઇને દોલત મળે, જમીન જાગીર મળે, ધંધો, ઇજ્જત માનમોભો તે બધું જ અલ્‍લાહની કૃપાથી મળે છે. ગમે તેટલી મહેનત કરો, લાગવગ લગાવો છતા કોઇની તાકાત નથી કે તેને તેની ઇચ્‍છા મુજબ કઇ મળે, સિવાય કે અલ્‍લાહની કૃપા તેની સાથે હોય અને અલ્‍લાહ જો કંઇ આપવા ચાહે તો કોઇની તાકાત નથી કે તેને કોઇ અટકાવી શકે કે લઇ લે.
આમ છતા અફસોસ સાથે કહેવું પડે છે કે કેટલાક પેટ દુખિયા કોઇને ઉચિત રીતે કંઇ મળ્યું હોય તો યે તેને છીનવી લેવા પ્યત્‍ન કરે છે. અલ્‍લાહની મરજીમાં ટાંગ અડાડે છે તેના હુકમને અવરોધવા પ્રયત્‍ન કરે છે. દુનિયામાં કોઇને ઘર મળે તો કેટલાક તેને ઘરવિનાનો કરવા કાવતરૂ કરે છે. કોઇને રોજગાર મળે છે તો રોજગારને તબાહ કરવાના પ્રયત્‍ન કરે છે. કોઇને ઇજ્જત ભર્યું જીવન મળ્યું હોય તો તેને બેઆબરૂ કરવા યોજનાઓ બનાવે છે. કોઇ વ્‍યકિત સુખ શાંતિ સંતોષ સાથે પોતાના વર્તુળમાં દિવસો ગુજારતો હોય તો કેટલાક તેને કોટ કચેરી જેવા લફરામાં ફસાવી તેનું સુખચેન બરબાદ કરવા મેદાને પડે છે. આવા લોકો ખુદાએ તેમને આપેલ ધન-દોલત અને વગવસીલાનો દુરપયોગ કરીને તે વ્‍યકિતને બરબાદ થતો જોય ખુશ થાય છે. જગત સામે પોતાની બહાદૂરી બતાવીને ફરે છે. આ દરેક વાતો અલ્‍લાહની વ્‍યવસ્‍થામાં દખલગીરી કર્યા બરાબર છે. દખલગીરી કરનાર એ ભૂલી જાય છે કે તે પોતે લાચાર ઇન્‍સાન છે. જે જગતના સર્જનહાર સાથે લડવા તૈયાર થયો છે તેનો બદલો તેણે ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. અલ્‍લાહ પણ તેને ત્‍યારે નહીં છોડે.
એકબીજા સાથે પ્રેમ, સહકાર, અને આદર સાથેનું વર્તન એજ સુખી જીવનનો સાચો માર્ગ છે. એનાથી જ અલ્‍લાહ ખુશ થાય છે.

1 Comments:

 • At 8:07 AM, Blogger સુવાસ ટીમ વર્ક said…

  ભાઇ શ્રી સલીમ સરસ, ખૂબ પ્રગતિ કરો એવી દુઆ.
  સદા હકારાત્‍મક સામગ્રી મુકશો એવી આશા.
  વર્તમાનમાં જયારે કે અનેક લોકો પરસ્‍પરના સંબંધોમાં તિરાડ પાડી પોતાની રોટલી શેકવાનો પ્રયત્‍ન કરી રહયા છે, આપણી ફરજ છે કે સહઅસ્તિત્‍વની ભાવના અને વિચારાધારાને પ્રોત્‍સાહન આપીએ , એમાં જ દેશ અને કોમ, સમાજ અને સંસ્‍કૃતિ, દરેકનો ઉદ્ધાર છે.
  સલામ.
  ફરીદ, www.suvaas.blogspot.ocm

   

Post a Comment

<< Home