ઉજાસ

Saturday, May 13, 2006

આખિર મિટ્ટીમેં મીલ જાના હૈ

માનવ જીવન ફાની છે. એ ટુકા જીવનમાં માનવ પોતાના અલ્પ સ્વાર્થ માટે ઇર્ષા, કપટ, દ્વેષ, વેર, ગર્વ, લડાઈ ઝઘડા, દગો ફટકામાં જ રચ્‍યો પચ્યો રહે છે કદી તો તે રક્તપાત કરવા સુધી પહોંચી જાય છે. પણ એ ભૂલી જાય છે કે ઈશ્વરે તેને માટીમાંથી બનાવ્યો છે. (માનવકૂળના પિતા આદમ (અલૈ.)ને અલ્‍લાહે માટીમાંથી બનાવ્યાં હતા એ દ્રષ્ટિએ માનવ માટીનો પૂતળો છે) અને જગતમાં ટૂંકું જીવન જીવી ફરી તે માટીમાં ભળી જવાનું છે. પછી ઈશ્વરે આપેલા ટૂંકા જીવનને તેણે શા માટે આવા કૃત્‍યો દ્વારા વેડફી નાખવું જોઇએ ? જેનો એના મૃત્યુ બાદ તેને કંઇ જ ફાયદો પહોંચવાનો નથી. બહેતર એ જ છે કે તેણે પ્રેમ, મહોબ્બત, આદર, ભકિત, સહકાર જેવા નૈતિક મૃલ્‍યોને જીવનમાં ઉતારી ઇશ્વર મય જીવન જીવવું જોઇએ કે જેથી તે તેના સારા કાર્યોનું પુણ્ય બાદ પણ તેને પહોંચતું રહે. એજ તો મુકિતનો સાચો માર્ગ છે. ઇસ્લામ અને એના મહાન નબી હઝરત મુહમ્‍મદ (સલ્‍લલ્‍લાહુ અલયહિ વસલ્‍લમ)એ એજ તાલીમ આપી છે. અને જો તેને અનુસરવામાં આવે તો જગતમાં શાંતિ અને ભાઈચારાની થઇ શકે.

2 Comments:

 • At 6:09 AM, Blogger VALIBHAI PATEL said…

  Assalamu Alaikum
  saras khub saras Allah pak darek ne samaj aape. ane nek kam karwani tawfiq aape AAmin

   
 • At 7:56 AM, Blogger સલીમ વલી દેવલ્‍વી said…

  વલી ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર, વધુ પ્રગતિ થાય તે માટે દુઆ કરશો. બ્‍લોગ વાંચવા અને લોકોને વંચાવવા વિનંતી........
  સલીમ વલી દેવલ્‍વી

   

Post a Comment

<< Home