ઉજાસ

Saturday, August 26, 2006

ઇસ્લામ આંતકવાદનો નહિ શાંતિનો હિમાયતી છે

આજ કાલ મિડિયાએ ઇસ્લામ ને આતંકવાદ સાથે જોડવાની એક ફેશન બનાવી લીધી છે. જયારે ઇસ્લામ તો શાંતિનો જ સંદેશ આપે છે. હા, મુસ્લિમોનો એક નાનો વર્ગ જરૂર આતંકવાદ તરફ ધકેલાય રહ્યો છે. પણ સ્વેચ્છાએ નહીં પણ સંજોગો તેને તે માર્ગે ધકેલી રહ્યા છે. તેમની સાથે થતા અન્યાયનો સામી છાતીએ સામનો કરવાની શક્તિના અભાવે તે પોતાના ક્રોધ અને વિરોધ એ રીતે વ્યક્ત કરતો થઇ ગયો છે. તે પોતે પણ એક રીતે નિર્દોષોને થતા નુકસાન – જાનહાની કદીએ પસંદ નહીં જ કરતો હશે પણ લોકો અને સરકારનું ધ્યાન ખેંચવા આ રીતના પ્રયત્નો કરે છે.
જગતમાં આતંકવાદને ભટકાવનારા મુસ્લિમો નહીં પણ અમેરિકા- બ્રિટન છે. તેઓ વાત તો લોકશાહીની કરે છે પણ પોતાના સ્વાર્થ માટે તે મોજમજામાં જ મસ્ત રહેતા મુસ્લિમ બાદશાહોને કે સરમુખત્યારોને પોષી આમ મુસ્લિમોને દબાવવા જ સદાપ્રયત્‍ન કરતા રહે છે.
જગતમાં મુસ્લિમ વસ્તીવાળા દેશ સાથે અમેરિકા અને તેના મિત્રોની કેવી નીતિ અપનાવી રહ્યા છે. જે જગત જોઇ રહી છે. બરબાદ કરીને છોડી દેવું આમાથી જ આતંકવાદ ફેલાઈ છે. દરેક મુસ્લિમ દેશોમાં લશ્કરી અડ્ડા જમાવી અમેરિકા તેમને દબાવવા ત્યાં પડયું રહે છે. જે ત્યાંની જનતાને પસંદ નથી. અને તેથી ત્યાં અમેરિકા વિરૂદ્ધ જન જાગરણ બનતું જાય છે.
ભારતે અમેરિકાના ભરોષે રહેવા જેવું નથી. જાતે જ પોતાના પ્રશ્નો હલ કરવા પડશે તે માટે વાતાવરણ ભાઇચારા ભર્યું બનાવવું પડશે મસ્જિદ મદ્રસાઓને ચ ગાવી મુસ્લિમો ના દિલોને જે રીતે રંજિત કરાય છે. તે ઠીક થતુ નથી જો કોઇ વિરૂદ્ધ પૂરતા સબૂત મળે તો તેને જરૂર દંડિત કરો. પણ જાહેરમાં કોમ વિરૂદ્ધ થતો પ્રચાર બંધ થવો જોઇએ.

Tuesday, August 15, 2006

કલ્‍લુ કવ્‍વાલની કવ્‍વાલી

સુરતના પૂરની ચીતા રજૂ કરતી કલ્‍લુ કવ્‍વાલની કવ્‍વાલી વાંચવા જેવી છે. જેની લીંક આપી રહ્યો છું વાંચકોથી ગુજારીશ છે કે તે ની તરફ પણ એક નજર કરવામાં આવે. www.bazmewafa.blogspot.com

Wednesday, July 19, 2006

મુસ્લિમો પર થતા ખોટા આક્ષેપો બંધ થાય

કેટલાક રાજકીય નેતાઓ પોતાની અને પોતાના પક્ષની સસ્તી પ્રસિધ્ધિ મેળવવા માટે હંમેશા ધડ-માથા વિનાના આક્ષેપો કરતા રહે છે. અને તેની સત્યતાની તપાસ કર્યા વિના કેટલાક અખબારો તેને મોટા મોટા હેડીંગો આપી પ્રસિધ્ધિ પણ આપે છે. આવા આક્ષેપોનો ભોગ મોટા ભાગે મુસ્લિમો બને છે. તેથી સમાજમાં તેમના માટે નફરત પેદા થાય છે. આવી ગંભીર બાબત તરફ કોઇ ધ્યાન આપતું નથી. આપણે જોયું કે બોમ્બેના બોમ્બ બ્લાસ્‍ટમાં મરનાર દરેક ધર્મના લોકો હતા. તે છતાં શંકાની સોય મુસ્લિમો તરફ ખેંચવામાં આવી, મુસ્લિમ ઇલાકાઓમાં દરોડા પાડવામાં આવ્યા. હવે આજે જોયું કે સ્વામી સચ્ચિદાનંદ પરના હુમલામાં કયાં મુસ્લિમો આવ્‍યા ???
જેઓ આવા, આક્ષેપો કરે છે તેમના ઉપર એ જવાબદારી પણ લાદવી જોઇએ કે તે તેની સત્યતા પણ સાબિત કરી બતાવે, જો તે સાબિત ન કરી શકે તો તેને સમાજમાં કૌમ- કૌમ વચ્‍ચે નફરત ફેલાવવા માટે સજાપાત્ર ગુનેગાર ગણી લેવો જોઇએ. સત્યતાની તપાસ કર્યા વિના જુઠા સમાચારો પ્રસિધ્ધ કરી સમાજમાં નફરતની આગ ફેલાવવા માટે એવા અખબારોને પણ ગુનેગાર ગણવા જોઇએ.
એવું પણ જાણવામાં - જોવામાં આવ્યું છે કે જેમની સામે ખોટા આક્ષેપો થયા હોય, તેઓ તેનો દલીલો સાથે ઉત્તર અખબારોને મોકલે તો તે પ્રત્યે દુર્લક્ષ કરી લેવામાં આવે છે. અને જો પ્રસિધ્ધ કરવું પડે તો તેને એક ખુણામાં આપી દેવામાં આવે છે. જયાં કોઇનું ખાસ લક્ષ જ ન જાય.
કેટલાક અખબારોના પાને સદા નફરત પેદા કરનાર હેડીંગો તો મોટા અક્ષરોમાં આપવામાં આવે છે. પણ તેની નીચેની જો હકીકત વાંચો તો એવું તેમાં નથી હોતુ. પણ આનાથી સમાજનું જે વાતાવરણ કલુષિત થાય છે. તેની જવાબદારી અખબારોની છે. મુસ્લિમોને વિના કારણે જરૂર ઘસીટવામાં આવે છે. આને શું સમજવું ?
રાજકીય નેતાઓ તરફથી મુસ્લિમો વિરૂદ્ધ થતા ખોટા આક્ષેપો તથા કેટલાક અખબારો તરફથી તે દ્વારા ફેલાવાતી નફરતની આગને તાકીદે બંધ કરવા સરકાર તથા સમાજના સજાગ નાગરિકો તરફથી યોગ્ય થાય એમ અમે ઇચ્‍છીએ છીએ. આનાથી સરવાળે શહેર, રાજ્ય અને દેશની શાંતિ જળવાશે અને ફાયદો જ થશે.
ઠંડા દિલ- દિમાગથી સૌ એના પર વિચારે અને અમલ કરે એ જ આજની માંગ છે.

Wednesday, July 12, 2006

લોકશાહી બચાવો

આપણી ભારતની લોકશાહીને જગતની સર્વશ્રેષ્‍ઠ લોકશાહી તરીકે ગર્વ લઇને તેને સદા બિરદાવતા થાકતા નથી. ભારતમાં સમય સમયે ચૂંટણી તો જરૂર થતી રહે છે પણ શું આપણે છાતી ઠોકીને કહી શકીએ એમ છે ખરા કે તેમાં જનતાને સાચો અભિપ્રાય વ્‍યકત થાય છે. ચૂંટણી સમયે જનતા પર ધાર્મિક, કૌમી, સામાજિક, નાણાકીય શકિતબળનો પ્રભાવ પાડવાનો સતત પ્રયત્‍ન શું થતો નથી? થાય જ છે જેમાં સત્તાપક્ષને વધુ ફાવટ હોય, ખૂબ સક્રિય રહે છે. મુખથી તો બધા સિધ્‍ધાંતોની પ્રગતિની ખૂબ વાતો કરે છે પણ અમલમાં તે ગંભીર હોતા જ નથી.
જયારે ચૂંટણી થઇ જાય છે. મતદારો પોતાનો મત પોતાના પસંદગીના પક્ષના ઉમેદવારને આપી, આશા રાખે છે કે તે પાંચ વર્ષ સુધી મતદારોને વફાદાર રહીને સેવા કરશે. પણ જો એમ થતું નથી તો વિરોધી સભ્‍યોને ફોડી પોતાના પક્ષ કરવા ખટપટ શરૂ થઇ જાય છે. પૈસાના કે બીજા પ્રલોભનોના જોરે સભ્‍યો ફેરફૂદડી કરવા લાગે છે. તેઓ ભૂલી જાય છે કે મતદારોએ તેમને કયા પક્ષે રહી સેવા કરવા ચૂંટયાં છે. મતદારો બિચારા તેમની સાથે થતી દગાખોરી સામે કંઇ કરી શકતા નથી. તેમને તો ફકત જોઇ જ રહેવું પડે છે. મતદારોએ જે સિધ્‍ધાંતોને જોઇ મત આપ્‍યા હતા, તેમાં છેતરાયાનું ઠગાયાનું ભાન થાય છે. આપણી આ લોકશાહીની મોટી ખામી છે. તોડફોડમાં મોટે ભાગે સત્તાધારી પક્ષનો હાથ ઊંચો રહે છે. તે તેના વિરોધીઓને કચડી નાંખવા આગ્રહી હોય છે. જેમકે હાલ ગુજરાતમાં આપણે જોઇ રહ્યા છે. જયારે લોકશાહીમાં મજબૂત વિરોધ પક્ષનું હોવું બેહદ જરૂરી છે. દેશના દરેક રાજયમાં પણ ચૂંટાયેલા સભ્‍યોની ફેરફૂદડી જાણીતી છે. સંસદમાં પણ આમ જ થતું રહે છે. આજે સત્તાધારી પક્ષે તો કાલે વિરોધ પક્ષે એમ કરવા પાછળ જનતાનો લાભ જોવાતો નથી પણ પોતાનો વ્‍યકિતગત લાભ જ જોવાય છે. ગુજરાતના ચૂંટાયેલા પંચાયતોને પણ સત્તાધારી પક્ષ તરફથી પોતાના હિત માટે તોડવાનું એક અભિયાન ચાલી રહ્યું છે. જેમાં દક્ષિ‍ણ ગુજરાત પણ પાછળ નથી. તેના ભવાડા અખબારોમાં આપણે વાંચ્‍યા છે. આ બધું લોકશાહીને વિકસાવવા બાધા રૂપ બને છે. હવે જનતાએ જ એવાઓની શાન ઠેકાણે લાવવા આંદોલનનો માર્ગ લેવો જોઇએ. તો જ જાડી ચામડીના સીધા થશે. જનતા જાગે અને લોકશાહી બચાવવા મેદાનમાં આવે.

Thursday, June 29, 2006

ઈસ્‍લામી મદરસા

એક અખબારમાં શ્રી ભરત પંડયાના ચર્ચાપત્ર મદરસાઓ એટલે પછાતપણાની બેડીઓના અનુસંધાનમાં અમે લાંબા સમયથી જોઇ રહ્યા છીએ કે જેને ઇસ્‍લામ કે મદરસા બાબતનું કોઈ જ્ઞાન નથી તે ફેશન તરીકે તેની ટીકા કરવાની બહાદૂરી બતાવી રહ્યા છે. શ્રી પંડયા જેવા પણ જયારે એમાં ભળે છે તો રંજ થાય છે, ખરેખર તો આ બીજાના ધર્મમાં ખુલ્‍લી દખલ છે તે બંધ થવી જોઈએ. એ જાણી લેવાની જરૂર છે કે મદરસા બે પ્રકારના હોય છે, એક મુસ્લિમ વસ્‍તીવાળા મહોલ્‍લા યા ગામમાં ચાલતા નાના મદરસા જેમાં નાના બાળકોને મજહબનું પ્રથમિક જ્ઞાન અપાય છે. કુરઆન પઢતા શીખવવામાં આવે છે. બાકીના સમયમાં બાળકો ગામની ગુજરાતી શાળામાં શિક્ષણ લે છે. બીજા ધર્મના લોકો પણ આવી પાઠ્યશાળાઓ ચલાવે છે. બીજા મદરસા જયાં મજહબનું ઉચ્‍ચ શિક્ષણ અપાય છે. આ મદરસા આશ્રમ શાળાની જેમ ચલાવાય છે જેમાં કોલેજ લેવલનું શિક્ષણ અપાય છે. આવા દારૂલ ઉલૂમો જિલ્‍લામાં ર-૩-૪ હોય છે. આવા મદરસામાં ઉચ્‍ચ શિક્ષણના ઇચ્‍છુક જ જાય છે. આવા મદરસા સરકારી કાનૂન પ્રમાણે ચેરીટી કમિશનર યા વકફ યા વકફ બોર્ડમાં રજીસ્‍ટર કરાવેલા હોય છે, તેના ટ્રસ્‍ટીઓ હિસાબ રાખે છે તે ઓડિટ કરાવી ચેરીટીમાં મોકલાય છે બધુ કાનૂની થાય છે છતાં કોઈ મદરસામાં ગેરરીતિ હોય તો સબૂત સાથે કોર્ટમાં પડકારી શકાયલ, અને આજ સુધી કોઇ મદરસામાં ગેરરીતિ થતી જોવા મળી નથી. જે કંઇ મદરસાના વિરૂદ્ધ બકવાસ કરવામાં આવે છે તે વાહિયાત જ હોય છે. માટે મદરસાને ખોટી રીતે બદનામ કરવા યોગ્‍ય નથી જ.
મુસ્લિમોમાં માલદારો પર ધા‍ર્મિક રીતે પોતાના માલમાંથી દરવર્ષે ૪૦મો ભાગ ગરીબ, નાદાર, મરૂરતમંદને દાન પેટે આપવું જરૂરી બતાવવામાં આવે છે તેમાંથી ગરીબ બાળકો જે મદરસામાં તાલીમ લઇ રહ્યા છે. તેમના ઉપર પણ ખર્ચ કરવામાં આવે છે. ભારતના મુસ્લિમો નોકરી ધંધા માટે પરદેશ જાય છે. ત્‍યાંથી પોતાના ગામ રાજ્યના મુસ્લિમોના સેવાના કામ માટે પૈસા મોકલે છે તે કોઈની વ્‍યકિતગત સંપત્તિ હોતી નથી સમાજ કે ટ્રસ્‍ટની હોય છે. બીજા ધર્મિઓ પણ પરદેશથી આ રીતે મદદ મોકલે છે. આ દેશના નાગરિકોને રોજી રોટી માટે દેશમાં ગમે ત્‍યાં જવાનો અધિકાર છે. એ રીતે બિહાર યુ.પી.ના આલિમો રોજીની શોધમાં ગુજરાતમાં આવે છે. બીજા ધર્મના ધર્મગુરુઓ શું એ રીતે નથી આવતા ? ઉર્દૂ એ એક ભારતીય ભાષા છે તેનો બંધારણમાં પણ સ્‍વીકાર થયો જ છે. પુરા ભારતમાં તે બોલાતી હોય તેને મુસ્લિમોએ મજહબની લીંક ભાષા બનાવી છે, પ્રાદેશિક ભાષાનો પણ ઉપયોગ થાય જ છે. મદરસા અને ઉર્દુના ત્‍યાગની સલાહ માન્‍ય ન થઇ શકે. આવી સલાહ પાછળ મોટું કાવતરું લાગે છે.