ઉજાસ

Wednesday, July 19, 2006

મુસ્લિમો પર થતા ખોટા આક્ષેપો બંધ થાય

કેટલાક રાજકીય નેતાઓ પોતાની અને પોતાના પક્ષની સસ્તી પ્રસિધ્ધિ મેળવવા માટે હંમેશા ધડ-માથા વિનાના આક્ષેપો કરતા રહે છે. અને તેની સત્યતાની તપાસ કર્યા વિના કેટલાક અખબારો તેને મોટા મોટા હેડીંગો આપી પ્રસિધ્ધિ પણ આપે છે. આવા આક્ષેપોનો ભોગ મોટા ભાગે મુસ્લિમો બને છે. તેથી સમાજમાં તેમના માટે નફરત પેદા થાય છે. આવી ગંભીર બાબત તરફ કોઇ ધ્યાન આપતું નથી. આપણે જોયું કે બોમ્બેના બોમ્બ બ્લાસ્‍ટમાં મરનાર દરેક ધર્મના લોકો હતા. તે છતાં શંકાની સોય મુસ્લિમો તરફ ખેંચવામાં આવી, મુસ્લિમ ઇલાકાઓમાં દરોડા પાડવામાં આવ્યા. હવે આજે જોયું કે સ્વામી સચ્ચિદાનંદ પરના હુમલામાં કયાં મુસ્લિમો આવ્‍યા ???
જેઓ આવા, આક્ષેપો કરે છે તેમના ઉપર એ જવાબદારી પણ લાદવી જોઇએ કે તે તેની સત્યતા પણ સાબિત કરી બતાવે, જો તે સાબિત ન કરી શકે તો તેને સમાજમાં કૌમ- કૌમ વચ્‍ચે નફરત ફેલાવવા માટે સજાપાત્ર ગુનેગાર ગણી લેવો જોઇએ. સત્યતાની તપાસ કર્યા વિના જુઠા સમાચારો પ્રસિધ્ધ કરી સમાજમાં નફરતની આગ ફેલાવવા માટે એવા અખબારોને પણ ગુનેગાર ગણવા જોઇએ.
એવું પણ જાણવામાં - જોવામાં આવ્યું છે કે જેમની સામે ખોટા આક્ષેપો થયા હોય, તેઓ તેનો દલીલો સાથે ઉત્તર અખબારોને મોકલે તો તે પ્રત્યે દુર્લક્ષ કરી લેવામાં આવે છે. અને જો પ્રસિધ્ધ કરવું પડે તો તેને એક ખુણામાં આપી દેવામાં આવે છે. જયાં કોઇનું ખાસ લક્ષ જ ન જાય.
કેટલાક અખબારોના પાને સદા નફરત પેદા કરનાર હેડીંગો તો મોટા અક્ષરોમાં આપવામાં આવે છે. પણ તેની નીચેની જો હકીકત વાંચો તો એવું તેમાં નથી હોતુ. પણ આનાથી સમાજનું જે વાતાવરણ કલુષિત થાય છે. તેની જવાબદારી અખબારોની છે. મુસ્લિમોને વિના કારણે જરૂર ઘસીટવામાં આવે છે. આને શું સમજવું ?
રાજકીય નેતાઓ તરફથી મુસ્લિમો વિરૂદ્ધ થતા ખોટા આક્ષેપો તથા કેટલાક અખબારો તરફથી તે દ્વારા ફેલાવાતી નફરતની આગને તાકીદે બંધ કરવા સરકાર તથા સમાજના સજાગ નાગરિકો તરફથી યોગ્ય થાય એમ અમે ઇચ્‍છીએ છીએ. આનાથી સરવાળે શહેર, રાજ્ય અને દેશની શાંતિ જળવાશે અને ફાયદો જ થશે.
ઠંડા દિલ- દિમાગથી સૌ એના પર વિચારે અને અમલ કરે એ જ આજની માંગ છે.

3 Comments:

 • At 1:09 PM, Blogger संजय बेंगाणी said…

  શું સચ્ચિદાનંદ પર થયેલા હુમલા માં કોઈ પણ મુસ્લિમ નું નામ લેવા માં આવ્યુ છે? જો આમ ના થયુ હોય તો એનો અર્થ થાય કે દરેક વખત જાણી-જોઇ ને મુસ્લિમો નું નામ નથી લેવાતુ. જ્યાં થી અપરાધિઓને મદદ મળવાની સમ્ભાવના હોય ત્યાં જ દરોડા પડે ને, પછી એ મુસ્લિમ વિસ્તાર હોય કે બિજો કોઈ વિસ્તાર હોય. શું તમે દૃઢતા પુર્વક કહી સકશો કે મુમ્બઈ ધડાકા માં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ નો હાથ નથી જ.

   
 • At 9:47 AM, Blogger સલીમ વલી દેવલ્‍વી said…

  હા સંજય ભાઇ તમારી વાત વિચારવા લાયક છે., પણ તમારા જ કહેવા પ્રમાણે બોમ્‍બે ધડાકામાં પાકિસ્‍તાનના હાથ હોય કે ન હોય, અમને તેનાથી લેવા દેવા નથી, અમારી વાત તો ભારતના મુસલમાનોને રંજાડવા વિશે છે, ઉપરાંત જયાં સુધી તપાસમાં નામ નઆવે કોઇનું પણ નામ કેવી રીતે લેવાય ?
  વધુ વાત સુવાસના ફોરમ www.suvaas.my-forums.net
  પર જોઇ શકાય છે, આપ પણ સહકાર આપશો અને સત્‍ય સમજવાનો પ્રયત્‍ન કરશો એવી અપેક્ષા.

   
 • At 2:34 PM, Blogger Naresh Jain said…

Post a Comment

<< Home